કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
સમતાપી
સમોષ્મી
સમદાબી
સમકદ
સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
ધારોકે આદર્શવાયુ ( મોલ) એ આપેલી $P = f (V)$ પ્રક્રિયા કરીને વિસ્તરણ પામે છે કે જે બિંદુ $(V_0, P_0)$ માંથી પસાર થાય છે. જો $P = f (V)$ ના વકનો ઢાળ એ $(P_0,V_0)$ માંથી પસાર થતાં સમોષ્મી વક્રના ઢાળ કરતાં વધારે હોય, તો બતાવો કે વાયુ ($P_0V_0)$ આગળ ઉષ્મા શોષે છે.
આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)
$1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં ....... $J$ ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
$STP$ એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ $3$ લિટર થાય છે.જો $\gamma=1.40,$ હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે?
$(3^{1.4}=4.6555)$ [હવાને આદર્શ વાયુ લો]